Searching...

Amazon

Translate

Search This Blog

ફોટોશોપમાં ગુજરાતી લખાણ કેવી રીતે લખી શકાય?

5:14 AM

ફોટોશોપમાં ગુજરાતી લખાણ કેવી રીતે લખી શકાય?

સામાન્ય રીતે ગુજરાતી ટાઈપ કરવા માટે જે તે વ્યક્તિએ સો પ્રથમ બધી પ્રકારના ગુજરાતી ફોન્ટ જાણવા જરૂરી છે. કારણકે બજારમાં મળતા બધા ફોન્ટમાં ગુજરાતીના બધા મૂળ અક્ષરો અને વ્યંજનો મળતા નથી. ગુજરાતમાં સ્ટેનો એટલે કે શોર્ટ હેન્ડ શીખવા માટે અને ગુજરાતી ટાઈપીંગ સારી રીતે શીખવા માટે પૂરતા પ્રમાણમાં જરૂરી સામગ્રી અને શિક્ષક મળતા નથી. ગુજરાતીને ટાઈપ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગુજરાતી ઈનપુટ ટુલ્સ જે ગુગલ પરથી મળે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે લોકો કરતા હોય છે. આ ગુગલના ઈનપુટ ટુલ્સ વાપરનારા લોકોનો સરેરાશદર ઓછો છે. અને કેટલાક લોકોતો ગુજરાતી કીબોર્ડ શીખવાનું ભારે પડે એમ સમઝીને જ પાનારો કરી લેતા હોય છે. ગુજરાતી ટાઈપીંગ એટલું તકલીફવાળું નથી એમ સમજવું જરૂરી છે.


ગુજરાતી ફોન્ટ ટાઈપ કરવા ઉપયોગમાં લેવામાં આવતા ટુલ્સ
૧) ગુગલ ઈનપુટ ટુલ્સ
ગુગલ પર જઈને સર્ચમાં લખવામાં આવે કે ગુગલ ટ્રાન્સલેટ ટુલ્સ તો ગુગલનો ફોર્મ જેવું ટુલ કદાચ દેખાઈ જાય. જે નીચેની સ્કીન જેવું ન હોય તો વિન્ડોઝ માટે ગૂગલ ઈનપુટ શોધવુ અને તમને મળી જાય તો એની એપ્લીકેશન ગુજરાતી ભાષાનું ઓપ્શન સિલેક્ટ કરીને ડાઉનલોડ કરી લેવું.

ડાઉનલોડ કરીને સામાન્ય ગુજરાતી માઈક્રોસોફ્ટ વર્ડ કે અન્ય એડિટર પ્રોગ્રામમાં કરી શકાશે. આ પ્રોગ્રામ ગુજરાતીમાં ફક્ત શ્રુતિ ફોન્ટનો જ ઉપયોગ કરે છે જે ફોટોશોપ કે અન્ય પ્રિન્ટનો ઉપયોગ કરી શકાય તેવા સોફ્ટવેર માટે એટલું ઉપયોગી નથી કેમકે ફોટોશોપમાં ટાઈપ કરતી વખતે તેનો ઉપયોગ કરતા શબ્દોમાં જોડણીની ભૂલ જ થાય છે.
જ્યારે ફોટોશોપમાં ટાઈપ કરવા માટે ફક્ત ગુજરાતી યુનિકોડ અને ડીઓઈ કીબોર્ડનો ઉપયોગ જ કરી શકાય છે.
ગુજરાતીમાં કેટલાક ફોન્ટ જ સંપૂર્ણ રીતે ઉપયોગી હોઈ શકે.
જેમકે ગોપિકા ફોન્ટ, ગોપિકા ફોન્ટમાં પણ ગોપિકા ટુ અને ગુજરાતી ન્યુ સિવાય બી ભારતી ગોપિકા ટુ લેન્ગવેજ ફોન્ટ ઉપયોગમાં લઇ શકાય છે.
આ ફોન્ટને ફોતોશોપમાં ઉપયોગ કરવામાટે ડાઉનલોડ કરી લેવા જરૂરી છે.
ત્યારબાદ ભારતી એક્સ પી કરીને ડીઓઈ કીબોર્ડ કન્વર્ટરનો ઉપયોગ કરવો પડે છે.


જે વિન્ડોઝ ૧૦માં આવી રીતે દેખાતું હોય છે.આ ગુજરાતી ફોન્ટમાં ઓપ્શનમાં જઈને લેન્ગવેજ ગુજરાતી સિલેક્ટ કરવી


ત્યારબાદ કીબોર્ડ લે આઉટમાં જઈને


ડીઓઈ સિલેક્ટ કરવું અને ત્યારબાદ એપ્લીકેશનમાં જઈને આધાર સિલેક્ટ કરવું. અને ઓવર લે ઓપ્શનમાં જઈને ઇન્ડીયન સિલેક્ટ કરવું.




ત્યારબાદ સેવ સેટઅપ આપીને સેવ કરવું.


હવે ફોટોશોપ પ્રોગ્રામમાં જઈને ગોપિકા ટુ ફોન્ટ સિલેક્ટ કરવા. અને ટાઈપ કરવું.





1 comments:

Contributors

Followers

Bollywood - Los Angeles

EDM Radio